સુભાષચંદ્ર બોઝ નો નિબંધ/subhashchandra boz essay in gujrati
સુભાષચંદ્ર બોઝ નો નિબંધ/subhashchandra boz essay in gujrati
" તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા "
23 જાન્યુઆરી 1897નો દિવસ વિશ્વ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. આ દિવસે સ્વતંત્રતા આંદોલનના મહાનાયક સુભાષચંદ્ર બોસનો જન્મ કટકના પ્રખ્યાત વકીલ જાનકીનાથ અને પ્રભાવતી દેવીને ત્યાં થયો. તેમના પિતાએ અંગ્રેજોના દમનચક્રના વિરોધમા 'રાયબહાદુર'ની પદવી પરત કરી. જ્યાર પછી સુભાષના મનમાં અંગ્રેજો પ્રત્યેની કડવાશે ઘર કરી લીધુ. ત્યારપછી સુભાષ ચંદ્ર અંગ્રેજોને ભારતમાંથી ધકેલીને ભારતને સ્વતંત્ર બનાવવાનો આત્મસંકલ્પ લઈને રાષ્ટ્રકર્મના રસ્તે ચાલી નીકળ્યા આઈસીએસની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી સુભાષ ચંદ્ર બોસે આઈસીએસમાંથી રાજીનામુ આપ્યુ. આ વાત પર તેમના પિતાએ તેમનુ મનોબળ વધારતા કહ્યુ - કે જ્યારે તે દેશસેવાનુ વ્રત લઈ જ લીધુ છે તો ક્યારેય આ રસ્તેથી પાછળ ફરીને ન જોઈશ.
ડિસેમ્બર 1927માં કોગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પછી 1938માં તેમને કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. તેમણે કહ્યુ કે - મારી એ ઈચ્છા છે કે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં જ આપણે સ્વાધીનતાની લડાઈ લડવાની છે. અમારી લડાઈ ફક્ત બ્રિટિશ સામાજ્યવાદ સાથે નથી, વિશ્વ સામ્રાજ્યવાદ સાથે પણ છે. ધીરે ધીરે કોગ્રેસમાંથી સુભાષનો મોહ ઓછો થવા લાગ્યો. 16 માર્ચ 1939ના રોજ તેમણે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ. તેમણે સ્વતંત્રતા આંદોલનની એક નવી રાહ બતાવતા યુવાઓને સંગઠિત કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવાનો શરૂ કરી દીધો. જેની શરૂઆત 4 જુલાઈ 1943ના રોજ સિંગાપુરમાં ભારતીય સ્વાધીન સંમેલનની સાથે થઈ. 5 જુલાઈ 1943માં આઝદ હિન્દ ફોઝની રચના થઈ. 21 ઓક્ટોબર 1943ના રોજ એશિયાના વિવિધ દેશોમાં રહેનારા ભારતીયોનુ સંમેલન કરી તેમા અસ્થાયી સ્વતંત્ર ભારત સરકારની સ્થાપના કરી નેતાજીએ આઝાદી મેળવવાનો સંકલ્પ સાકાર કર્યો.
આ ક્રાંતિકારીઓ વિષે પણ વાંચો
(૧) સુભાષચંદ્ર બોઝ
(૨) ચંદ્રશેખર આઝાદ
(૩) રાણી લક્ષ્મીબાઈ
(૪) મહારાણા પ્રતાપ
(૫) છત્રપતિ શિવાજી
(૬) મહાત્મા ગાંધી
સાચા સૈનિકને લશ્કરી અને આધ્યાત્મિક તાલીમ બંંનેની જરૂર હોય છે.-સુભાષચંદ્ર બોઝ
પ્રભાવતી અને જાનકીનાથના ૬ દિકરીઓ અને ૮ દિકરા સહિત કુલ ૧૪ સંતાનો હતા. જેમાં સુભાષચંદ્ર બોઝ નવમું સંતાન અને પાંચમા પુત્ર હતા. તમામ ભાઈઓમાંથી સુભાષબાબુને શરદચંદ્ર(શરદબાબુ) સાથે વધારે લાગણી હતી. શરદબાબુ પ્રભાદેવી અને જાનકીનાથના બીજા પુત્ર હતા. સુભાષબાબુ એમને મેજદા કહીને બોલાવતા હતા. શરદબાબુની પત્નીનું નામ વિભાવતી હતું.
ઈ.સ.૧૯૩૮ માં હરિપુરા(સુરત) ખાતેના કૉંંગ્રેસના ૫૧ માં અધિવેશનઈ.સ.૧૯૩૮ માં હરિપુરા(સુરત) ખાતેના કૉંંગ્રેસના ૫૧ માં અધિવેશન પહેલા ગાંધીજીએ સુભાષબાબુની પ્રમુખ તરીકે પસંદગી કરી અને આ અધિવેશનમાં તેઓ કૉંગ્રેસના પ્રમુખ બન્યા હતા. ઈ.સ.૧૯૩૯માં ત્રિપુરા અધિવેશનમાં ગાંધીજી સમર્થિત પટ્ટાભિ સીતારામૈયાને ૧૩૭૭ સામે ૧૫૮૦ મતોથી હરાવી ને ૨૦૩ મતથી તેઓ ફરી પ્રમુખ બન્યા હતા. પરંતુ ગાંધીજી સાથે મતભેદ થતા ૨૯ એપ્રિલ, ૧૯૩૯ ના રોજ તેમણે કૉંંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. ૩ મે, ૧૯૩૯ ના રોજ તેમણે 'ફોરવર્ડ બ્લોક' નામના પક્ષની સ્થાપના કરી હતી. તેઓ 'સ્વરાજ' નામથી એક અખબાર પણ ચલાવતા હતા.
તેમણે 'તુમ મુઝે ખુન દો, મે તુમ્હે આઝાદી દુંગા' નું સુત્ર આપ્યું હતું. આઝાદ હિંદ ફૌજને પ્રરિત કરવા માટે નેતાજીએ 'ચલો દિલ્લી' નો નારો આપ્યો હતો. આ સિવાય તેમણે 'જય હિંદ' નો નારો આપેલ. નેતાજીએ 'ધ ઈન્ડીયન સ્ટ્રગલ (ભાગ-૧ અને ભાગ-૨)' અને 'અન ઈન્ડીયલ પીલગ્રીમ' નામના પુસ્તકો લખ્યા હતા.
૦૬ જુલાઈ ૧૯૪૪ ના રોજ આઝાદ હિંદ રેડિયો પર ભાષણ કરતી વખતે ગાંધીજીને સૌપ્રથમ વાર 'રાષ્ટ્રપિતા' કહીને સંબોધ્યા અને પોતાના જંગ માટે તેમના આશીર્વાદ માંગ્યા. આ રીતે સુભાષચંદ્ર બોઝએ ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું હતું. ગાંધીજી દ્વારા સુભાષચંદ્રબોઝને 'નેતાજી' નું બિરુદ આપવામાં આવેલ. તથા ચિતરંજન દાસ દ્વારા 'યંગ ઓલ્ડ મેન' અને રવિન્દ્રનાથ ટાગોર દ્વારા 'દેશનાયક'નું બિરુદ આપવામાં આવેલ હતું.
આ પણ વાંચો:
(૧) સ્વામી દયાનંદ સરસ્વતી વિશે વાંચવા માટે અહીં ક્લિક કરો
16 ઓગસ્ટ 1945ના રોજ ટોકિયો માટે નીકળતા તાઈહોકુ હવાઈ મથક પર નેતાજીનુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ અને સ્વતંત્ર ભારતની અમરતાનો જયનાદ કરનારા, ભારત માતાના વ્હાલા, કાયમ માટે રાષ્ટ્રપ્રેમની દિવ્ય જ્યોતિ પ્રગટાવી અમર થઈ ગયા.
FAQs:
(1) સુભાષચંદ્ર બોઝનો જન્મ કયારે થયો હતો?
જવાબ: 23 જાન્યુઆરી 1897ના રોજ
(2) સુભાષચંદ્ર બોઝના માતા-પિતાના નામ શું હતા?
જવાબ: પિતા જાનકીને બોઝ અને માતા પ્રભાવતી દેવી
(3) સુભાષચંદ્ર બોઝનો જન્મ કયાં થયો હતો?
જવાબ: કટક મુકામે
(4) આઝાદ હિંદ ફોજની રચના ક્યારે થઈ?
જવાબ:5 જુલાઈ 1943માં આઝદ હિન્દ ફોઝની રચના થઈ.
(5) સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના ક્યા અધિવેશનમાં પ્રમુખ બન્યા હતા?
જવાબ:ઈ.સ.૧૯૩૮ માં હરિપુરા(સુરત) ખાતેના કૉંંગ્રેસના ૫૧ માં અધિવેશનના
(6) ફોરવર્ડ બ્લોકની સ્થાપના કોને કરી હતી?
જવાબ: સુભાષચંદ્ર બોઝે
(7) ફોરવર્ડ બ્લોકની સ્થાપના ક્યારે થઈ?
જવાબ: 3 મે 1939 ના રોજ
(8) 'તુમ મુઝે ખુન દો, મે તુમ્હે આઝાદી દુંગા' નું સુત્ર કોણે આપ્યું?
જવાબ: સુભાષચંદ્ર બોઝે
(9) 'ચલો દિલ્લી' નો નારો કોણે આપ્યો?
જવાબ: સુભાષચંદ્ર બોઝે
(10) "જય હિંદ"નો નારો કોણે આપેલ?
જવાબ: સુભાષચંદ્ર બોઝે
(11) ગાંધીજીને સૌપ્રથમ રાષ્ટ્રપિતા કોણે કહ્યા હતા?
જવાબ: સુભાષચંદ્ર બોઝે
(12) ગાંધીજી દ્વારા સુભાષચંદ્ર બોઝને ક્યુ બિરુદ આપવામાં આવ્યું?
જવાબ: નેતાજીનું.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો