રાણી લક્ષ્મીબાઈ નિબંધ/ rani laxmibai essay in gujrati

રાણી લક્ષ્મીબાઈ નિબંધ/ rani laxmibai essay in gujrati ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મરાઠા શાસિત ઝાંસી રાજ્યની રાણી હતી. તે સન 1857ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતી. તેમનો જન્મ કાશી (વારાણસી) અને મૃત્યુ ગ્વાલિયરમાં થયુ. તેમના બાળપણનું નામ મનિકર્ણિકા હતુ પણ પ્રેમથી બધા તેમને મનુ કહીને બોલાવતા હતા. તેમના પિતાનુ નમ મોરોપંત તાંબે હતુ અને તેઓ એક મહારાષ્ટ્રિયન બ્રાહ્મણ હતા. ધીમે ધીમે મોટી થઈ રહેલી કન્યાના પિતા જ્યાં નોકરી કરતા હતા તે ચીમાજી આયા સાહેબનું અવસાન થઈ ગયું. તેમની આજીવિકાનું સાધન જતું રહ્યું. સાથે સાથે તેમણે પોતાને મળેલ ઘર પણ છોડવું પડ્યું. આ સંકટના સમયમાં તેમને બાજીરાવ પેશ્વાએ આશરો આપ્યો. માંડ આમાંથી બહાર આવ્યા ત્યાં ચાર વર્ષની મનુને છોડીને એની માતા સ્વર્ગે સિધાવી ગઈ. પરંતુ પિતાએ પોતાની જાતને સાચવી લીધી અને બાળકીને ઉછેરવા લાગ્યા. એ જ્યાં જતા ત્યાં મનુ સાથે જ હોય. આથી એ નાનપણથી જ પુરુષોની વચ્ચે રહી મોટી થઈ. બાજીરાવની એ લાડલી હતી. તેઓ મનુને પ્રેમથી છબીલી કહીને બોલાવતા. ગંગાધર રાવના મૃત્યુ પછી ઝાંસીને પણ સમાપ્ત કરવાનું લૉર્ડ ડેલહાઉઝીનું કાવતરું હતું. તેમણે ગંગાધ...