રાણી લક્ષ્મીબાઈ નિબંધ/ rani laxmibai essay in gujrati
રાણી લક્ષ્મીબાઈ નિબંધ/ rani laxmibai essay in gujrati
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મરાઠા શાસિત ઝાંસી રાજ્યની રાણી હતી. તે સન 1857ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતી. તેમનો જન્મ કાશી (વારાણસી) અને મૃત્યુ ગ્વાલિયરમાં થયુ. તેમના બાળપણનું નામ મનિકર્ણિકા હતુ પણ પ્રેમથી બધા તેમને મનુ કહીને બોલાવતા હતા. તેમના પિતાનુ નમ મોરોપંત તાંબે હતુ અને તેઓ એક મહારાષ્ટ્રિયન બ્રાહ્મણ હતા.
ધીમે ધીમે મોટી થઈ રહેલી કન્યાના પિતા જ્યાં નોકરી કરતા હતા તે ચીમાજી આયા સાહેબનું અવસાન થઈ ગયું. તેમની આજીવિકાનું સાધન જતું રહ્યું. સાથે સાથે તેમણે પોતાને મળેલ ઘર પણ છોડવું પડ્યું. આ સંકટના સમયમાં તેમને બાજીરાવ પેશ્વાએ આશરો આપ્યો. માંડ આમાંથી બહાર આવ્યા ત્યાં ચાર વર્ષની મનુને છોડીને એની માતા સ્વર્ગે સિધાવી ગઈ. પરંતુ પિતાએ પોતાની જાતને સાચવી લીધી અને બાળકીને ઉછેરવા લાગ્યા. એ જ્યાં જતા ત્યાં મનુ સાથે જ હોય. આથી એ નાનપણથી જ પુરુષોની વચ્ચે રહી મોટી થઈ. બાજીરાવની એ લાડલી હતી. તેઓ મનુને પ્રેમથી છબીલી કહીને બોલાવતા.
ગંગાધર રાવના મૃત્યુ પછી ઝાંસીને પણ સમાપ્ત કરવાનું લૉર્ડ ડેલહાઉઝીનું કાવતરું હતું.તેમણે ગંગાધર રાવના પુત્ર દામોદર રાવને ઝાંસીના વારસ તરીકે સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો. ઝાંસીના વિલયનો આદેશ આપી દીધો.
આ પણ વાંચો:
(૧) સ્વામી દયાનંદ સરસ્વતી વિશે વાંચવા માટે અહીં ક્લિક કરો
તેમનાં લગ્ન ઝાંસીનાં રાજા ગંગાધરરાવ નિવાલકરની સાથે થયેલાં. આથી મનુ હવે ઝાંસીની રાણી તરીકે ઓળખાવા લાગી. ઈ. સ. 1851માં તેમણે એક પુત્રને જન્મ આપ્યો હતો. કમનસીબે ચાર માસનો થતાં જ આ પુત્ર મૃત્યુ પામ્યો હતો. આનાં બે વર્ષ બાદ એટલે કે ઈ. સ. 1853માં તેમનાં પતિ પણ મૃત્યુ પામ્યા. આથી બધાંએ તેમને પુત્ર દત્તક લેવાનું કહ્યું. તેમણે પુત્ર દત્તક લીધો અને એનું નામ રાખ્યું હતું દામોદરરાવ. મનુને તેનાં પતિએ જ લક્ષ્મીબાઈ નામ આપ્યું હતું.
ઝાંસી 1857ના વિદ્રોહનુ એક મુખ્ય કેન્દ્ર બની ગયુ જ્યા હિંસા ભડકી ઉઠી. રાણી લક્ષ્મીબાઈએ ઝાંસીની સુરક્ષાને સુદ્દઢ કરવી શરૂ કરી દીધી અને એક સ્વયંસેવકની સેનાની રચના કરવી શરૂ કરી આ સેનામાં મહિલાઓની પણ ભરતી કરવામાં આવી અને તેમને યુદ્ધ પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યુ. સાધારણ જનતાએ પણ આ વિદ્રોહમાં સહયોગ આપ્યો. 1857માં પડોશી રાજ્ય ઓરછા અને દતિયાના રાજાઓએ ઝાંસી પર આક્રમણ કરી દીધુ.
રાનીએ સફળતાપૂર્વક પૂર્વક તેને વિફળ કરી દીધુ. વિશાળ અંગ્રેજી સેનાને મારતી-મારતી રાણી તેમની પકડથી દૂર નીકળી ગઈ. અંગ્રેજ સૈનિક પણ રાણીનો સતત પીછો કરતા રહ્યા. છેવટે ગ્વાલિયરમાં બંને વચ્ચે ઘમાસા ના લડાઈ થઈ. રાણીનો ઘોડો પણ થાકી ચુક્યો હતો. તેથી એક નાળાને પાર કરતી વખતે ઘોડો થંભી ગયો એટલામાં પાછળથી એક અંગ્રેજ સૈનિકે રાણીનો ડાબો ભાગ કાપી નાખ્યો . આ અવસ્થામાં રાણીએ એ અંગ્રેજ સૈનિકના ટુકડે ટુકડા કરી નાખ્યા અને ખુદ સ્વર્ગલોક સિધાવી ગઈ.
અંતે 18 જૂન 1857નાં રોજ આ બહાદુર નારીનું અવસાન થઈ ગયું. આજે પણ જ્યારે કોઈ સ્ત્રી અસહજ બહાદુરી બતાવે છે ત્યારે તેને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જ ઉપમા આપવામાં આવે છે.
FAQs:
(1) રાણી લક્ષ્મીબાઈનો જન્મ ક્યા થયો હતો?
જવાબ: કાશી(વારાણસી) માં
(2) રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ શું હતું?
જવાબ: મણિકર્ણિકા, શબીલી, મનું
(3) રાણી લક્ષ્મીબાઈના પિતાનું નામ શું હતું?
જવાબ: મોરોપંત તાંબે
(4) રાણી લક્ષ્મીબાઈના પતિનું નામ શું હતું?
જવાબ: ગંગાધર રાવ
(5) રાણી લક્ષ્મીબાઈના દત્તક પુત્રનું નામ શું હતું?
જવાબ: દામોદર રાવ
(6) રાણી લક્ષ્મીબાઈનું અવસાન ક્યારે થયું?
જવાબ: 18 જૂન 1857નાં રોજ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો