સ્વામી વિવેકાનંદ નો નિબંધ/ swami vivekanand essay in gujrati
સ્વામી વિવેકાનંદ નો નિબંધ/ swami vivekanand essay in gujrati
ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.-સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદ' નો જન્મ 12 જાન્યુઆરી 1863 ના રોજ કોલકાતા (કલકત્તા) માં થયો હતો. તેમનું અસલી નામ નરેન્દ્ર નાથ દત્ત હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટમાં વકીલ હતા. તેમની માતા ભુવનેશ્વરી દેવી હતા.
સ્વામી દયાનંદ સરસ્વતી વિશે વાંચવા માટે અહીં ક્લિક કરો
જે આગ આ૫ણને ગરમી આપે છે તે આગ આ૫ણને નાશ ૫ણ કરી શકે છે-સ્વામી વિવેકાનંદ
સન ૧૮૮૪ માં વિશ્વનાથ દત્તની મૃત્યુ થઈ ગયુ અને ઘરની તથા નવ ભાઇ-બહેનોની તમામ જવાબદારી નરેન્દ્ર ૫ર આવી ૫ડી. ઘરની દશા અત્યંત ખરાબ હતી ત્યારે નરેન્દ્રના વિવાહ ૫ણ નહોતા થયા. આવી ગરીબીમાં ૫ણ નરેન્દ્ર અત્યંત અતિથિ પ્રિય અને સેવાભાવી હતા. તેઓ પોતે ભુખ્યા રહીને ૫ણ અતિથિને ભોજન કરાવતા હતા. તેઓ આખી રાત વરસાતમાં બહાર ૫લળીને આખી રાત ૫સાર કરી દેતા અને આવનાર અતિથિને પોતાનુ બિસ્તર સુવા માટે આપી દેતા હતા.
જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો પ્રચંડ ખંત અને દ્રઢ ઇચ્છાશક્તિ હોવા જોઇએ-સ્વામી વિવેકાનંદ
નરેન્દ્રનાથે સન 1880માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. સને 1881માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને 1884માં તમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી.
પોતાના ૫ર ભરોશો રાખો, અડગ રહો અને મજબુત બનો આ૫ણને એની જ જરૂર છે.-સ્વામી વિવેકાનંદ
ભારત સરકારે સૌ પ્રથમ વખત 1984ના વર્ષમાં સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. ત્યારથી દર વર્ષે 12મી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જયંતી રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ચારિત્ર્ય થી બુદ્ધિ આવે છે, બુદ્ધિથી ચારિત્ર્ય નથી આવતું.-સ્વામી વિવેકાનંદ
સ્વામીજી દ્વારા દેશભક્તિ અને સામાન્ય માણસોને સુધારવા માટે એક મહાન સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. આપણે જે પણ રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે તે રાષ્ટ્રીય એકતાના સ્વરૂપમાં સ્વામીજી દ્વારા આપવામાં આવેલા ભારતના આધ્યાત્મિકતાના પ્રાચીન સંદેશ તરફ સામાજિક જાગૃતિ અને અભિગમ દ્વારા પ્રાપ્ત થઈ છે.
સત્યને હજાર રીતે બતાવવામાં આવે તો ૫ણ તે સત્ય જ રહે છે. -સ્વામી વિવેકાનંદ
સને. 1893 માં વિવેકાનંદ શિકાગોમાં વિશ્વ ઘર્મ સંમેલનમાં ભાગ લીધો હતો. અહી બઘા ઘર્મના પુસ્તો રાખવામાં આવ્યા હતા તેમાં ભારતના ઘર્મના વર્ણન માટે શ્રિમદ ભાગવત ગીતા રાખવામાં આવેલ હતી. જેની ખુબ જ મજાક ઉડાવવામાં આવી હતી પરંતુ તે જ્યારે સ્વામી વિવેકાનંદજીએ તેમના આઘ્યાત્મ અને જ્ઞાનથી ભરપુર ભાષણની શરૂઆત ”અમેરિકી બહેનો અને ભાઇઓ” શબ્દથી કરી ત્યારથી જ આખો સભાગાર તાળીયોના ગડગડાટથી ગુંજી ઉઠયો.
1 મે 1897 ના રોજ સ્વામી વિવેકાનંદ કોલકાતા પાછા ફર્યા અને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. જેનો મુખ્ય ઉદ્દેશ ભારતના નિર્માણ માટે હોસ્પિટલ, શાળા, કોલેજ અને સાફ-સફાઈના ક્ષેત્રમાં આગળ વઘવાનો હતો.
મહાત્મા ગાંધીજી વિશે વાંચવા માટે અહીં ક્લિક કરો
1898 માં સ્વામીજી એ બેલુર મઠની સ્થાપના કરી જેણે ભારતીય જીવન દર્શનનો એક નવો આયામ આપ્યો. આ ઉ૫રાંત અન્ય બે બીજા મઠો ૫ણ સ્થાપ્યા.
જયાં સુઘી તમે પોતાના ૫ર વિશ્વાસ ન કરો ત્યાં સુઘી ભગવાન ૫ર વિશ્વાસ નથી કરી શકતા.
૪ જુલાઇ ૧૯૦૨ના રોજ સ્વામી વિવેકાનંદજી નું અવસાન થયુ હતુ. તેમના શિષ્યોના જણાવ્યા મુજબ સ્વામી વિવેકાનંદજીએ મહાસમાઘિ લીઘી હતી. તેમણે તેમની ભવિષ્યવાણીને સાચી સાબિત કરી હતી કે તેઓ ૪૦ વર્ષથી વઘુ જીવશે નહી. આ મહાન પુરૂષના અંતિમ સંસ્કાર ગંગા નદીના કિનારે કરવામાં આવ્યા હતા
આ પણ વાંચો:
(૧) સ્વામી દયાનંદ સરસ્વતી વિશે વાંચવા માટે અહીં ક્લિક કરો
(૨) મહાત્મા ગાંધીજી વિશે વાંચવા માટે અહીં ક્લિક કરો
(૩) સરદાર વલ્લભભાઈ પટેલ વિશે વાંચવા માટે અહીં ક્લિક કરો
FAQs:
(1) સ્વામી વિવેકાનંદનો જન્મ કયા અને ક્યારે થયો હતો?
જવાબ:સ્વામી વિવેકાનંદ' નો જન્મ 12 જાન્યુઆરી 1863 ના રોજ કોલકાતા (કલકત્તા) માં થયો હતો.
(2) સ્વામી વિવેકાનંદનુ મુળ નામ શું હતું?
જવાબ: નરેન્દ્રનાથ દત્ત
(3) સ્વામી વિવેકાનંદના માતા-પિતાના નામ શું હતા?
જવાબ:પિતા વિશ્વનાથ દત્ત અને માતા ભુવનેશ્વરી દેવી
(4) સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
જવાબ: રાષ્ટ્રીય યુવા દિવસ
(5) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી?
જવાબ: સ્વામી વિવેકાનંદે
(6) બેલુર મઠની સ્થાપના કોણે અને ક્યારે કરી?
જવાબ: સ્વામી વિવેકાનંદે, ઈ.સ.1898 માં
(7) સ્વામી વિવેકાનંદનું અવસાન ક્યારે થયું હતું?
જવાબ: ૪ જુલાઇ ૧૯૦૨ના રોજ સ્વામી વિવેકાનંદજી નું અવસાન થયુ હતુ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો